WhatsApp યૂઝર્સ સાવધાન...15 સેકન્ડમાં જો 100 મેસેજ મોકલ્યા તો આવી બન્યું સમજો

ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વોટ્સએપ 7 ડિસેમ્બરથી બલ્ક મેસેજ મોકલનારાઓ પર લગામ કસી રહી છે. વોટ્સએપે 15 સેકન્ડની અંદર 100 કે તેથી વધુ મેસેજ મોકલનારા પર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.

WhatsApp યૂઝર્સ સાવધાન...15 સેકન્ડમાં જો 100 મેસેજ મોકલ્યા તો આવી બન્યું સમજો

નવી દિલ્હી: ભારતમાં વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરનારા યૂઝર્સ (Users) ની સંખ્યા કરોડોમાં છે. આવામાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ અનેક યૂઝર્સ દ્વારા ફેક મેસેજ મોકલવા માટે અથવા તો અફવા ફેલાવવા માટે થઈ રહ્યો છે. આ ફેક મેસેજ (Fake Message)  અને અફવાની સાથે સાથે પ્રમોશનલ મેસેજ મોકલનારા ઉપર પણ વોટ્સએપ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વોટ્સએપ (WhatsApp) 7 ડિસેમ્બરથી બલ્ક મેસેજ મોકલનારાઓ પર લગામ કસી રહી છે. વોટ્સએપે 15 સેકન્ડની અંદર 100 કે તેથી વધુ મેસેજ મોકલનારા પર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જો કે આ નિર્ણય ફક્ત વોટ્સએપ બિઝનસ યૂઝર્સ માટે લેવામાં આવ્યો છે. 

આ ઉપરાંત વોટ્સએપ (WhatsApp)બિઝનેસ યૂઝર્સ કે જેમણે પોતાનું એકાઉન્ટ નવું બનાવ્યું છે તેઓ 5 મિનિટની અંદર જો બલ્ક મેસેજ મોકલશે તો તેમના પર કાર્યવાહી થશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષથી જ વોટ્સએપ નવા નવા ફીચર્સ દ્વારા ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે નવા નવા ફીચર્સ લાવી રહી છે. ગત વર્ષ મહારાષ્ટ્રમાં વોટ્સએપ દ્વારા ફેલાયેલા વાઈરલ મેસેજના કારણે અનેક શહેરોમાં હિંસા ફેલાઈ હતી. ત્યારબાદ સરકારે વોટ્સએપને ચેતવણી આપતા ફેક મેસેજ ફેલાતા રોકવા માટે પોલીસી બનાવવાનું કહ્યું હતું. 

જુઓ LIVE TV

વોટ્સએપ (WhatsApp) દ્વારા ત્યારબાદ પોતાના યૂઝર્સને અફવા ફેલાતી રોકવા માટે જાહેરાતનો સહારો લેવાયો હતો. ત્યારબાદ ગ્રુપ દ્વારા મેસેજ ન ફેલાય તે માટે ગ્રુપ એડમિનના અનેક ફિચર્સમાં ફેરફાર કરાયા છે. જો કોઈ વોટ્સએપ (WhatsApp) ગ્રુપ દ્વારા કોઈ નકલી મેસેજ વાઈરલ થાય તો તે ગ્રુપ એડમિન પર કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. વોટ્સએપ (WhatsApp) ગ્રુપ એડમિન માટે જે નવા ફીચર્સ જોડવામાં આવ્યાં છે તેમાં એડમિન જ કોઈ ગ્રુપમાં યૂઝર્સને જોડી શકે છે. આ સાથે જ વોટ્સએપ ગ્રુપના એડમિન જે યૂઝર્સને ન ઈચ્છતા હોય તે ગ્રુપમાં મેસેજ કરે તો તેને કંટ્રોલ પણ કરી શકે છે. 

આ ઉપરાંત વોટ્સએપે મેસેજ ફોરવર્ડ કરવા ઉપર પણ લગાવી લગાવી છે. એકવારમાં યૂઝર એક સાથે 5 લોકોને જ મેસેજ મોકલી શકે. જે પહેલા 30 હતી. આ ઉપરાંત તેના પર ફોરવર્ડ લખેલું પણ આવે છે. આવામાં જ્યાંથી મેસેજ ઓરિજિનેટ થયો હશે તે યૂઝરની ઓળખ થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news